🏠 Dashboard
📱 Local
⚠️
મહત્વપૂર્ણ સૂચના (Disclaimer) માત્ર માર્ગદર્શન માટે

આ માર્ગદર્શન માત્ર BLOને ચૂંટણી સંબંધિત કામગીરી સમજવામાં અને વિવિધ ફોર્મ ભરતી વખતે સામાન્ય માર્ગદર્શન આપવા માટે છે.

⛔ આ Election Commission of India (ECI) ની સત્તાવાર એપ્લિકેશન કે સત્તાવાર વેબસાઇટ નથી.
ફોર્મ ભરતી વખતે ચૂંટણી પંચ / સંબંધિત અધિકારી દ્વારા સમયાંતરે આપવામાં આવતી નવીનતમ સૂચનાઓ, પરિપત્રો અને માર્ગદર્શિકાને જ અંતિમ અને માન્ય માનવી.

અહીં આપવામાં આવેલી માહિતી માત્ર સહાયક માર્ગદર્શન માટે છે. કોઈપણ ફોર્મ સબમિટ કરતા પહેલાં લાગુ પડતી તાજી સત્તાવાર સૂચનાઓ અને જરૂરી પુરાવા/દસ્તાવેજોની ચકાસણી BLOએ જાતે કરવી.

🗳️ SchoolSathi BLO Guide Module • શિક્ષક/BLO સહાયક

💍 ફોર્મ નંબર ૮ (Form 8) — પરણિત સ્ત્રીનું સરનામું & પતિનું નામ

લગ્ન થયેલ સ્ત્રીનું જૂની વિધાનસભામાંથી સાસરીમાં સરનામું શિફ્ટ કરવું & પતિનું નામ સુધારવું

← તમામ ફોર્મ્સ જુઓ
ℹ️ માર્ગદર્શન નોંધ: આ માત્ર સહાયક માર્ગદર્શન છે. અંતિમ પ્રક્રિયા માટે ચૂંટણી પંચ/સંબંધિત અધિકારીની સમયાંતરે મળતી નવીનતમ સત્તાવાર સૂચનાઓનું પાલન કરવું ફરજિયાત છે. આ ECIની સત્તાવાર એપ નથી.

💍 ફોર્મ નંબર ૮ (Form 8) — પરણિત સ્ત્રીનું સરનામું & પતિનું નામ

વિશેષ ગાઈડ

જો લગ્ન થયેલ સ્ત્રીનું નામ અન્ય કોઈ વિધાનસભામાં શરૂ હોય એટલે કે ચૂંટણી કાર્ડ નીકળી ગયેલ હોય, તો તેનું Form 6 ભરવાનું નથી. આવા મતદારનું Form 8 ભરી હાલનું સાસરીનું સરનામું બદલવું અને પછીની ઝુંબેશમાં પતિનું નામ સુધારવું.

📎 જરૂરી પુરાવાઓ: આ ફોર્મ માટે સ્વીકાર્ય દસ્તાવેજોની યાદી તપાસો.
⚠️
પરણિત સ્ત્રીનું જૂનું કાર્ડ હોય તો ફોર્મ 6 ન ભરવું
જો પરણિત સ્ત્રીનું ચૂંટણી કાર્ડ અગાઉ નીકળી ગયેલ હોય તો ક્યારેય ફોર્મ 6 ન ભરવું. Form 8 થી જ સાસરીમાં સરનામું શિફ્ટ કરવું.
💍
વિશેષ સંદર્ભ માર્ગદર્શન (ઉદાહરણ આધારિત)
આ માત્ર PPT સંદર્ભ સામગ્રીમાં દર્શાવેલા એક વિશિષ્ટ ઉદાહરણ (પરણિત સ્ત્રીનું સરનામું શિફ્ટ કરવું અને ત્યારબાદ પતિનું નામ સુધારવું) માટેનું પગલાંવાર સહાયક માર્ગદર્શન છે. લગ્ન સંબંધિત પુરાવા અંગે હાલની સત્તાવાર જરૂરિયાત તપાસ્યા પછી જ દસ્તાવેજ અપલોડ કરવો.
પગલું 1 / 5
20% પૂર્ણ
તબક્કો 1 / 5 વિશેષ ગાઈડ

પ્રથમ નિયમ: Form 6 ભરવાનું નથી (જો અગાઉ કાર્ડ હોય તો)

જો લગ્ન થયેલ સ્ત્રીનું નામ પિયરની કે અન્ય કોઈ વિધાનસભાની યાદીમાં શરૂ હોય એટલે કે તેમનું ચૂંટણી કાર્ડ અગાઉ નીકળી ગયેલ હોય, તો તેમનું ફોર્મ નંબર-6 ભરવાનું રહેતું નથી! આવા મતદારનું નામ Form 8 ભરી હાલનું સાસરીનું સરનામું દાખલ કરી આપણી વિધાનસભામાં લાવવાનું રહેશે.
📸 PPT સંદર્ભ સ્ક્રીનશોટ (Reference Screen):
1 સ્ક્રીનશોટ
પ્રથમ નિયમ: Form 6 ભરવાનું નથી (જો અગાઉ કાર્ડ હોય તો)
⚠️
આ બાબત ખાસ ધ્યાનમાં રાખો:
⚠️ પરણિત સ્ત્રીનું નવું ફોર્મ 6 ભરી દેવાથી બેવડી નોંધણી (ડુપ્લિકેશન) થાય છે. જો અગાઉ કાર્ડ હોય તો માત્ર Form 8 જ વાપરવું.
☑️ આ પગલાંની ચકાસણી કરો (Checklist):
પગલું 1 / 5
📚 માર્ગદર્શનનો આધાર: BLO સંબંધિત ઉપલબ્ધ reference material
BLO App Guide by Vishal Gohil, શ્રી ધજડી પ્રાથમિક શાળા (Contact: 93775 19153)
છેલ્લી ચકાસણી / અપડેટ: 08-10-2026 | ⚠️ આ માહિતી માત્ર શૈક્ષણિક/સહાયક માર્ગદર્શન માટે છે. સમયાંતરે મળતી નવીનતમ સત્તાવાર સૂચનાઓને પ્રાથમિકતા આપવી.