વપરાશની શરતો (Terms of Use)
SchoolSathi - ગુજરાત પ્રાથમિક શાળા પોર્ટલ
૧. પોર્ટલનો હેતુ (Purpose of Portal)
SchoolSathi એ ગુજરાતની પ્રાથમિક શાળાઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે શાળા વહીવટ, વિદ્યાર્થી રેકોર્ડ, પરિણામ પત્રકો અને શૈક્ષણિક સાધનો સરળ બનાવવાના હેતુથી તૈયાર કરાયેલ પ્લેટફોર્મ છે.
૨. મફત ઉપયોગ (Free Access)
SchoolSathi ની મુખ્ય સેવાઓ શિક્ષકો અને વિદ્યાર્થીઓના હિતાર્થે મફત ઉપલબ્ધ કરાવવાનો અમારો નમ્ર પ્રયાસ છે. પ્રથમ ૧૦૦૦ શિક્ષકો માટે તમામ ઉપલબ્ધ મોડ્યુલ્સ સંપૂર્ણ મફત છે.
૩. એકાઉન્ટ અને પ્રમાણીકરણ (Account & Authentication)
શાળા અને વિદ્યાર્થી રેકોર્ડ્સની સુરક્ષા માટે શિક્ષકોએ પોતાના અધિકૃત Google એકાઉન્ટથી જ પ્રવેશ કરવાનો રહેશે. શિક્ષકો પોતાના શાળા અને વિદ્યાર્થીઓના ડેટાની સચોટતા માટે જવાબદાર રહેશે.
૪. ડેટા સુરક્ષા અને અધિકારો (Data Security & Ownership)
તમારી શાળાનો ડેટા તમારી મિલકત છે. અમે ફક્ત પોર્ટલ સેવાઓ પૂરી પાડવા માટે જરૂરી ડેટા હોસ્ટ કરીએ છીએ. સત્તાવાર પ્રિન્ટ તૈયાર કરવા શિક્ષકોને પૂર્ણ અધિકાર છે.
૫. સંપર્ક (Contact Information)
AaravIT Systems | ઇમેઇલ: aaravit.systems@gmail.com | મો.: +91 92653 62580