૧-ટેપ ઝડપી ફોર્મ એન્ટ્રી
રેફરન્સ નંબર અને મતદારનું નામ ૨ સેકન્ડમાં સાચવોમહત્વપૂર્ણ સૂચના (Disclaimer) માત્ર માર્ગદર્શન માટે
આ માર્ગદર્શન માત્ર BLOને ચૂંટણી સંબંધિત કામગીરી સમજવામાં અને વિવિધ ફોર્મ ભરતી વખતે સામાન્ય માર્ગદર્શન આપવા માટે છે.
અહીં આપવામાં આવેલી માહિતી માત્ર સહાયક માર્ગદર્શન માટે છે. કોઈપણ ફોર્મ સબમિટ કરતા પહેલાં લાગુ પડતી તાજી સત્તાવાર સૂચનાઓ અને જરૂરી પુરાવા/દસ્તાવેજોની ચકાસણી BLOએ જાતે કરવી.
➕ ફોર્મ નંબર ૬ (Form 6) — નવું મતદાર નામ નોંધાવવા માટે
નવું મતદાર કાર્ડ બનાવવા અથવા પ્રથમ વખત ૧૮+ વર્ષે મતદારયાદીમાં નામ નોંધાવવા માટે
➕ ફોર્મ નંબર ૬ (Form 6) — નવું મતદાર નામ નોંધાવવા માટે
નવા મતદારઉપલબ્ધ reference material મુજબ Form 6 નવા મતદાર તરીકે નામ નોંધાવવા માટે ઉપયોગમાં લેવાય છે. જે ભારતીય નાગરિકની ઉંમર ૧૮ વર્ષ કે તેથી વધુ થઈ ગઈ હોય અને પ્રથમ વખત પોતાનું નામ મતદાર યાદીમાં ઉમેરાવવા માંગતા હોય.
શરૂઆત — BLO App / અધિકૃત એપ ખોલો અને Login કરો
Form પસંદ કરો — Forms > Register as a New Elector
વિસ્તાર / વિભાગ (Section) પસંદ કરો
મતદારનું નામ — અંગ્રેજી અને ગુજરાતી (અગત્યની ચકાસણી)
મતદારનો પાસપોર્ટ ફોટો અને સંબંધની વિગત
સંપર્ક માહિતી — મોબાઇલ નંબર, ઇમેઇલ, જાતિ અને આધાર
જન્મ તારીખ અને જન્મ તારીખનો પુરાવો (DOB Proof)
રહેઠાણનું સરનામું (Address Information)
રહેઠાણનો પુરાવો (Residence Proof) અપલોડ કરો
દિવ્યાંગતા સંબંધિત માહિતી (જો લાગુ પડતું હોય તો જ)
પરિવારના સભ્ય / EPIC માહિતી
એકરાર અને BLO સ્થળ માહિતી (Declaration & Location)
હાથ વડે લખેલ ઓફલાઇન ફોર્મના ફોટા અપલોડ કરો
ફોર્મ પ્રિવ્યુ, છેલ્લી ચકાસણી અને Reference Number સાચવવો
છેલ્લી ચકાસણી (Final Verification Before Submit)
Submit કરતા પહેલાં નીચેની તમામ બાબતો ઓનલાઈન પ્રિવ્યુમાં ખાસ ચકાસી લો:
🔢 રેફરન્સ નંબર સાચવવો (Next Step)
ફોર્મ સબમિટ થયા પછી સ્ક્રીન પર મળતો Reference Number તમારી સ્કૂલસાથી નોંધપોથીમાં સાચવો.
📋 ફોર્મ નંબર ૬ (Form 6) — નવું મતદાર નામ નોંધાવવા માટે — તમામ પગલાંની સંપૂર્ણ યાદી
તમારા સ્માર્ટફોનમાં BLO App ખોલો. અધિકૃત BLO તરીકે નોંધાયેલ મોબાઇલ નંબર દાખલ કરો. SMS માં આવેલ ૬ અંકનો OTP દાખલ કરો. તમારો બૂથ નંબર દેખાશે, તે ચકાસીને Submit પર ક્લિક કરો.
BLO App ના હોમ પેજ પર નીચે આપેલા મેનુમાંથી "Forms" વિકલ્પ પર ક્લિક કરો. ત્યારબાદ "Register as a New Elector / Voter" (નવા મતદારની નોંધણી) વિકલ્પ પસંદ કરો.
તમારા મતદાન મથક (Booth) હેઠળ આવતા વિસ્તાર પૈકી મતદાર જે વિસ્તાર/શેરી/સોસાયટીમાં રહેતા હોય તે સંબંધિત "વિભાગ" (Section) પસંદ કરો.
મતદારનું નામ અંગ્રેજી ભાષામાં લખો. મતદારના પિતા/પતિનું નામ અંગ્રેજીમાં લખો. મતદારની અટક અંગ્રેજીમાં લખો. અંગ્રેજી નામ લખ્યા બાદ નીચે સિસ્ટમ આપમેળે ગુજરાતી નામ દર્શાવશે, તે ખાસ અક્ષરે-અક્ષર ચકાસી લો.
મતદારનો સ્પષ્ટ પાસપોર્ટ સાઇઝનો ફોટો પસંદ કરી અપલોડ કરો. ત્યારબાદ મતદારની સાથેનો સંબંધ (Relation Type: Father / Husband / Mother / Other) પસંદ કરો. સંબંધીનું માત્ર નામ જ અંગ્રેજી અને ગુજરાતીમાં લખો, તેમજ સંબંધીની અટક લખો.
મતદારનો મોબાઈલ નંબર દાખલ કરો. જો મતદારનો પોતાનો નંબર હોય તો "Self" પસંદ કરો, વાલીનો હોય તો સંબંધિત વિકલ્પ પસંદ કરો. Email ID હોય તો દાખલ કરો. મતદારની જાતિ (Male / Female / Third Gender) પસંદ કરો. જો આધાર કાર્ડ ઉપલબ્ધ હોય તો ટીક કરી આધાર નંબર દાખલ કરો.
મતદારની સાચી જન્મ તારીખ દાખલ કરો. જન્મ તારીખના પુરાવાનો પ્રકાર પસંદ કરો (દા.ત. શાળા છોડ્યાનું પ્રમાણપત્ર L.C., જન્મનું પ્રમાણપત્ર, ૧૦માની માર્કશીટ, પાન કાર્ડ કે આધાર કાર્ડ). પુરાવાનો સ્પષ્ટ ફોટો પાડી અપલોડ કરો અને "Save & Next" પર ક્લિક કરો.
સરનામું સાવચેતીપૂર્વક ભરો: (૧) વિસ્તારનું નામ Guj/Eng (૨) ઘર નંબર: માત્ર ઘર નંબર જ દાખલ કરો (૩) ગામનું નામ Guj/Eng (૪) પોસ્ટ ઓફિસનું નામ Guj/Eng (૫) પિનકોડ (૬) તાલુકાનું નામ Guj/Eng (૭) જિલ્લાનું નામ પસંદ કરો (૮) રાજ્ય: Gujarat.
મતદારના સ્થાનિક રહેવાસી અંગેનો પુરાવો કયા પ્રકારનો છે તે ડ્રોપડાઉનમાંથી પસંદ કરો (દા.ત. લાઈટ બિલ, રેશન કાર્ડ, બેંક પાસબુક, આધાર કાર્ડ, લગ્ન નોંધણી પ્રમાણપત્ર, તલાટી મંત્રી અને સરપંચનો દાખલો). તે દસ્તાવેજનો સ્પષ્ટ ફોટો અપલોડ કરી "Save & Next" પર ક્લિક કરો.
જો મતદાર દિવ્યાંગતા (PwD) ધરાવતા હોય તો વિકલાંગતાનો પ્રકાર (Locomotor, Visual, Deaf & Dumb, Other) પસંદ કરો. સર્ટિફિકેટ હોય તો ટકાવારી દાખલ કરો. જો મતદાર સામાન્ય હોય તો કોઈ વિગત ભરવાની જરૂર નથી, સીધું "Save & Next" પર ક્લિક કરો.
મતદારના કુટુંબના સભ્ય એટલે કે તેમના પિતા અથવા પતિનું નામ અંગ્રેજીમાં લખો. મતદાર સાથેનો સંબંધ પસંદ કરો. કુટુંબના સભ્યના ચૂંટણી કાર્ડનો નંબર (EPIC No.) અંગ્રેજીમાં દાખલ કરો. ત્યારબાદ "Save & Next" પર ક્લિક કરો.
Declaration સ્ક્રીન પર: દેશ: India, રાજ્ય: Gujarat, જિલ્લો પસંદ કરો, ગામનું નામ લખો. મતદાર હાલના સરનામે કેટલા સમયથી રહે છે તેનો મહિનો અને વર્ષ પસંદ કરો. BLO જે સ્થળ ઉપરથી ફોર્મ ભરે છે તે ગામનું નામ (Place) અંગ્રેજીમાં લખો.
BLO દ્વારા હાથ વડે ભરેલા ફોર્મ નંબર ૬ ના પ્રથમ પાનાનો સ્પષ્ટ ફોટો અપલોડ કરો. ત્યારબાદ બીજા પાનાનો ફોટો અપલોડ કરો. નીચે આપેલા એકરારના ચેકબોક્સ પર ક્લિક કરી ટીકમાર્ક કરો અને "Save & Next" પર ક્લિક કરો.
BLO દ્વારા ભરેલા ફોર્મનું સંપૂર્ણ Preview સ્ક્રીન પર જોવા મળશે. દરેક વિગત ખાસ ચકાસી લો: અંગ્રેજી અને ગુજરાતી નામ, સરનામું, જન્મ તારીખ અને અપલોડ કરેલા પુરાવા. બધું સાચું હોય ત્યારે "Submit" બટન દબાવો. Submit કર્યા બાદ સ્ક્રીન પર જનરેટ થયેલ રેફરન્સ નંબર (Reference Number) તમારી નોંધપોથી કે રજીસ્ટરમાં નોંધી લો.